પ્રેરણા પરિમલ
ફરીથી પધરામણી...
સતત વિચરણ કરતા સ્વામીશ્રી એક ગામમાં જમવા બેઠેલા. થાળ આવી ગયો હતો. બપોર પછીના અઢી વાગી ગયા હતા. સ્વામીશ્રી ઘણી પધરામણીઓ કરીને આવ્યા હતા. એ સમયે એક હરિભક્ત આવીને કહે, 'બાપા, આપ અમારે ઘરે આવી ગયા. પણ હું આપને શોધવા બીજે ગયો હતો. એટલે હવે આપ ફરી મારી હાજરીમાં મારે ઘરે પધારો.'
આ હરિભક્તની માગણી વ્યાજબી નહોતી. સ્વામીશ્રી એ હરિભક્તને ઘેર પધરામણી તો કરી આવ્યા જ હતા. પધરામણીથી જે લાભ પ્રાપ્ત થતો હોય એ તો એમને થવાનો જ હતો. મહત્તા સ્વામીશ્રીની પધરામણીની હતી, હરિભક્તની ગેરહાજરીને લીધે પધરામણીનો લાભ ઊણો થવાનો નહોતો. અઢી વાગ્યા હતા, જમવા માટે બેઠા હતા, ભોજનનો થાળ આવી ગયો હતો અને છતાં આ હરિભક્ત સ્વામીશ્રીને ફરીથી પોતાને ઘેર લઈ જવા માગતા હતા. ગમે ત વ્યક્તિ અકળાઈ ઊઠે એવી આ માગણી હતી. એને નકારવામાં કશુ અનૌચિત્ય પણ નહોતું. પણ પ્રમુખસ્વામીની વાત જુદી છે. આ હરિભક્તની લાગણી અને માગણી સાચવી લેવા ખાતર જ સ્વામીશ્રીએ ભોજનના થાળને ઠેલ્યો. ઊભા થયા અને હરિભક્તને ત્યાં ફરીથી પધરામણીએ ગયા.
Vachanamrut Gems
Gadhadã II-33:
The Only Thing in Shriji Maharaj's Heart and Mind
“… Should I recall in My mind any object or any person other than devotees of God, then I would feel comfortable only after I have totally distanced Myself from that object or person. Also, in My heart, in no way do I ever experience an aversion towards a devotee of God…”
[Gadhadã II-33]