પ્રેરણા પરિમલ
ગુરુહરિનો મહિમા
સને ૧૯૮૭માં એક સવારે સ્વામીશ્રી સારંગપુરમાં બગીચામાં વા+કિંગ કરી રહ્યા હતા. તે વખતે બ્રહ્મપ્રકાશ સ્વામી જે બે દિવસથી સારંગપુર આવેલા તે અમદાવાદ પરત જવા માટે તૈયાર થઈને સ્વામીશ્રીની રજા લેવા આવ્યા. એમના હાથમાં પોટલું હતું. સ્વામીશ્રીએ ઇશારો કર્યો એટલે એ તેમની નજીક પહોંચી ગયા. સ્વામીશ્રી ચાલતાં ચાલતાં કંઈક વાત કરવા માગે છે એવું લાગતાં બ્રહ્મપ્રકાશ સ્વામી હાથમાંનું પોટલું બાજુમાં મૂકવા જતા હતા, ત્યાં સ્વામીશ્રી બોલ્યા : 'ભલે ને રહ્યું ! શો વાંધો છે ?'
ટૂંકમાં વાત કરવાની હશે એમ જાણી બ્રહ્મપ્રકાશ સ્વામી પોટલું ખભે રાખીને સ્વામીશ્રી સાથે વાત કરતાં કરતાં ચાલવા લાગ્યા. વાતમાં કંઈ અગત્યનું નહોતું. ક્યારે નીકળો છો ? ઉકાળાપાણી કરી લીધાં ? કેટલા કલાકે અમદાવાદ પહોંચી જવાશે ? આવી સામાન્ય વાતો સવામીશ્રીએ લંબાણથી કરી. સ્વામીશ્રીની તેજ ચાલ સાથે બ્રહ્મપ્રકાશ સ્વામીને કંઈક ભારે એવું પોટલું ઊંચકીને ચાલતા રહેવું પડ્યું. ચાર આંટા એ રીતે પૂરા કર્યા ત્યારે સ્વામીશ્રીનો વૉકિંગ પિરિયડ પૂરો થયો. એટલે વાત પૂરી કરતાં સ્વામીશ્રી કહે, 'જાવ હવે, ઊપડો.'
બ્રહ્મપ્રકાશ સ્વામીથી બોલ્યા વિના રહેવાયું નહીં એટલે એમણે કહ્યું : 'બાપા, આટલી લાંબી વાત કરવી હતી તો આ પોટલું તો નીચે મૂકવા દેવું હતું !'
હસતાં હસતાં સ્વામીશ્રીએ કહ્યું : 'આ તો તમને ખ્યાલ આવે ને કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીબાપા આવાં બબ્બે-ત્રણ ત્રણ પોટલાં ઊંચકીને ગાઉના ગાઉ ચાલી નાખતા, તે કેમ ચાલ્યા હશે ?!'
આમ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સ્મૃતિ કરીને તેમનો મહિમા અન્યને કહેવાની સ્વામીશ્રીની અનોખી રીત છે.
Vachanamrut Gems
Gadhadã II-26:
Understanding to Strenghen one's Satsang
“… Hence, a devotee of God should see only virtues in all satsangis and should find only flaws in himself. If a person has such an understanding, then even if he is not very intelligent, his satsang still becomes stronger day by day. Without it, though, even if he is very intelligent, he will fall back from the Satsang fellowship and in the end will certainly become a non-believer.”
[Gadhadã II-26]