પ્રેરણા પરિમલ
સોરી, મારી ભૂલ થઈ ગઈ
સ્વામીશ્રીએ નાના બાળકની લાગણીને પણ સાચવી જાણી છે. અને ક્યાંક ચૂક થઈ ગઈ હોય તો એનો સ્વીકાર કરતાં પણ એ કદી અચકાયા નથી. એક વાર ન્યૂયોર્કમાં ઉકાળાપાણી દરમ્યાન યોગી નામનો, સાતેક વર્ષનો બાળક કીર્તન બોલવા લાગ્યો. એ દરમ્યાન જ સ્વામીશ્રી એમની બાજુમાં બેઠેલા એક સંત સાથે વાતો કરવા લાગ્યા. આ જોઈને યોગી કીર્તન બોલતો બંધ થઈ ગયો. સ્વામીશ્રીએ કહ્યું : 'કેમ ઉદાસ થઈને બેસી ગયો ? આગળ બોલ.'
યોગીએ જવાબ આપ્યો : 'હું બોલ્યો, પણ કોઈ સાંભળતું નથી. વાતો કર્યા કરે છે.'
સ્વામીશ્રી યોગીને કહે, 'સોરી, મારી ભૂલ થઈ ગઈ.'
Vachanamrut Gems
Gadhadã II-56:
To Please God
“Thus, to please God, a devotee should totally discard the panchvishays. He should also abandon any affection for objects which may hinder his love for God.”
[Gadhadã II-56]