પ્રેરણા પરિમલ
સેવાની મૂર્તિ
ગોંડલના અક્ષરમંદિરમાં વિનુ ભગત નામના હરિભક્ત એક વખત વાસણો ઉટકતા હતા. ત્યાં યોગીજી મહારાજ પાઘ પહેરીને બહાર જવાની તૈયારી કરતાં આવી પહોંચ્યાં. એક થાળી જરા ચીકણી જોઈ તો જાતે રાખ લઈ તેને ઘસવા લાગ્યા પણ કોઈને ચીંધ્યું નહિ. રોમરોમ સેવાનો આદર્શ સ્વામીશ્રીનાં જીવનમાં તાદૃશ દેખાતો. યુવાનીમાં તો એમણે અથાગ પરિશ્રમ કર્યો છે પણ પાછલી અવસ્થામાં પણ... નાદુરસ્ત સ્વાસ્થ્ય અને લાખોના જીવનપ્રાણ હોવા છતાં... સેવાભાવમાં લેશ પણ ઓછપ જણાવી નથી.
સ્વામીશ્રી સેવાની વાત કરતા ઘણીવાર કહેતા, 'અમે ત્રણ વાગે ઊઠતા, સારંગપુરમાં વાડ્યો કરતા, રોટલા ઘડતા, વાસણ ઉટકતા, એમાં આનંદ આવતો પણ થાક જણાતો નહિ.'
'આમાં આનંદ શાનો ? ઉલટું કષ્ટ પડે...' એક ભક્તે કહ્યું.
'ગુરુ મૂર્તિનો આનંદ આવતો ! ભગવાનના ભક્તોની સેવા-પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે, તે કરીએ એટલે આનંદ આવે. ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેલું છે, દેહાભિમાન પોષવામાં નહિ.'
કેવો અદ્ભુત આદર્શ !
Vachanamrut Gems
Gadhadã III-14:
What is the Best of Three Ways of Attaching One’s Mind to God?
Then Nãjã Jogiyã asked, “Which is the best of the three: one whose mind is attached to God out of anger, one whose mind is attached to God out of fear or one whose mind is attached to God out of love?”
Shriji Maharaj said, “One whose mind is attached to God out of love is best.”
[Gadhadã III-14]