પ્રેરણા પરિમલ
સુખનો અભાવ
વૃદ્ધાવસ્થા અને માંદગી. અશક્તિ, ઉનાળાના દિવસો, તેથી ગોંડલમાં સેવકે યોગીજી મહારાજને ઝીણાં ગાતરિયાં પહેરવા વિનંતી કરી. ત્યારે સ્વામીશ્રી એકદમ કહે, 'જો અમે ઝીણાં પહેરીએ તો આખો સંપ્રદાય ઝીણાં પહેરવા માંડે.' એટલે સેવકે કહ્યું, 'અમે નવા સંતો આપનો વાદ નહિ લઈએ.'
ત્યારે સ્વામીશ્રી કહે, 'નવા ન લે પણ જૂના તો લે ને. માટે જાડાં સારાં.' એમ કહી જાડાં જ કપડાં પહેરવાનો આગ્રહ બતાવ્યો. જો કે એમને મન, કોઈ વાદ લે કે ન લે એ વાત ગૌણ હતી. પણ પોતાની જ અભિરુચિ એવી કે મહારાજની આજ્ઞા પ્રમાણે જાડાં જ વસ્ત્રો પહેરવાં. સારા વિષયનો અતિશય અભાવ એમના જીવનમાં પળે પળે જણાતો.
Vachanamrut Gems
Gadhadã II-48:
If One is Unable to Contemplate upon God
“If, however, one is unable to contemplate upon God’s form, one should remain in the company of such a sãdhu who possesses dharma, gnãn, vairãgya and bhakti…”
[Gadhadã II-48]