પ્રેરણા પરિમલ
બાપા ! શી આજ્ઞા છે ?
એક રાત્રે નિંગાળાના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની સભા ચાલતી હતી તે વખતે ગોંડલથી એક માણસ પત્ર લઈને આવ્યો. યોગીજી મહારાજે પત્ર વાંચ્યો. પત્રમાં પ્રમુખસ્વામી મહારાજને ગોંડલ મોકલવાની વાત લખી હતી. યોગીજી મહારાજે તે પત્ર સ્વામીશ્રીને આપ્યો. સ્વામીશ્રીએ પત્ર વાંચી તરત યોગીજી મહારાજને પૂછ્યું : 'બાપા ! શી આજ્ઞા છે ?'
યોગીજી મહારાજે કહ્યું : 'તમે અત્યારે નીકળો.'
રાત્રિનો સમય અને નિંગાળા એક નાનું ગામ. વાહનની શી વ્યવસ્થા હોય? તપાસ કરતાં ખબર પડી કે બોટાદથી ૧૧-૩૦ની ટ્રેન નિંગાળા થઈ ગોંડલ તરફ જાય છે. સૌ ચાલતાં નિંગાળા સ્ટેશને પહોંચ્યા. રેલવે સ્ટેશને સેવકોએ અરજ કરી જોઈ : 'સ્વામી, ટૅક્સી કરી લઈએ તો ?' સ્વામીશ્રીએ કહ્યું : 'ટૅક્સીની જરૂર નથી. હમણાં ગાડી આવશે.'
બીજા દિવસે સવારે મૂર્તિપ્રતિષ્ઠાની વિધિમાં પ્રમુખસ્વામી મહારાજની અનુપસ્થિતિ જણાઈ આવતી હતી. આવા મહત્ત્વના પ્રસંગને અનુલક્ષીને આગલી રાત્રે માણસ કાગળ લઈને આવ્યો ત્યારે, પ્રમુખસ્વામી નિંગાળા પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાની હાજરીની આવશ્યકતા વિષે અથવા અન્ય દલીલો કરી શક્યા હોત. પણ ગુરુની આજ્ઞા એમને મન સૌથી મહત્ત્વની હતી. એટલે જ તો કાગળ વાંચીને એમના મુખમાંથી કોઈ દલીલ નહીં, પણ શબ્દો નીકળ્યા : 'બાપા ! શી આજ્ઞા છે ?'
Vachanamrut Gems
Gadhadã II-63:
The Greatest Merit and the Gravest Sin
“Thus, there is no merit greater than that of serving devotees of God, and there is no sin graver than that of spiting devotees of God…”
[Gadhadã II-63]