પ્રેરણા પરિમલ
આત્માની વાણી
World Peace Mission' ના કાર્યકરો તથા અરવિંદ આશ્રમના અંતેવાસીઓ ડૉ. સ્મીથ અને મુખરજી યોગીજી મહારાજને મળવા અને આશીર્વાદ લેવા આવ્યા. સ્વામીશ્રીના પ્રથમ દર્શનથી જ તેઓ તેમને દિવ્ય અનુભુતિ થઈ. સ્વામીશ્રીએ તેમને વાતચીત કરવા કહ્યું, પણ તેઓ કહે કે, 'અમારે કંઈ કહેવું નથી. પૂછવું નથી. દર્શનથી જ શાંતિ શાંતિ થઈ ગઈ છે. ખરેખર ! સ્વામીજી તો માતાજી અને અરવિંદ જેવા જ સમર્થ આત્મદર્શનવાળા પુરુષ છે એમાં જરાય શંકા નથી. એટલે તેઓ અમને આશીર્વાદ આપે એ જ બસ છે.'
આથી વધુ તેઓ બોલી શક્યા નહિ. ફક્ત સ્વામીશ્રી પાસે અંતરના આશિષ માગ્યા. સ્વામીશ્રીએ તેમને હેતથી આશીર્વાદ આપ્યા. તે બંને ભાઈઓ સ્વામીશ્રીની વાણી સાંભળી ગદ્ગદિત થઇ ગયા ને કહે, 'આપની વાણી આત્માની છે અને તે અમે સમજી શકીએ છીએ.'
તેઓ બંને સ્વામીશ્રીના ચરણોમાં પડી ગયા. કેટલીયેવાર સુધી ચરણો ચૂમીને ઝૂકી રહ્યા પછી ઊભા થઈ ભાવભીની વિદાય લીધી. (દારેસલામ, તા. ૨૫-૧૨-'૫૯)
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Propagation of Non-Lust
“Furthermore, in all of the discourses that I deliver, I always strongly propagate observance of the vow of non-lust…”
[Gadhadã II-33]