પ્રેરણા પરિમલ
જીવનને મંદિર બનાવવાનો સુંદર રાહ...
એક યુવક સ્વામીશ્રીનાં દર્શને આવ્યો. શેરબજારમાં માંડ ચારેક હજાર રૂપિયાનો પગાર હતો, સ્વામીશ્રીને કહે : 'મારે પણ મંદિરમાં આર્થિક સેવા કરવી છે.'
'એને હજી પોતાનું ઘર પણ નથી અને માબાપ પણ ધામમાં ગયાં છે.' સંતોએ વાત કરી.
'તો પણ મારે સેવા કરવી છે.' પેલા યુવકે મક્કમતાથી કહ્યું.
સ્વામીશ્રી કહે : 'તું દૈહિક રીતે સેવા કરે એ બરાબર છે, આની જરૂર નથી.'
'ના, કરવી છે. આપની દયાથી મળ્યું છે ને મળશે.' આ વાતચીત ચાલી રહી હતી એ દરમ્યાન સ્વામીશ્રીને ખ્યાલ આવ્યો કે એ યુવક સિગારેટ પીવે છે. સ્વામીશ્રીએ તરત જ કહ્યું, 'તું પહેલા એક કામ કર. સિગારેટ મૂક અને એની બચત જે થાય એ સેવા અહીં કરજે.'
સ્વામીશ્રીએ એના જીવનને મંદિર બનાવવાનો એક સુંદર રાહ ચીંધ્યો. એની વેડફાતી વ્યયશક્તિને સન્માર્ગે વાળીને રચનાત્મકતાનો ઢાળ આપ્યો. સ્વામીશ્રી જ્યારે સેવા કરાવે છે ત્યારે ઉન્નત જીવનનાં આદર્શ મૂલ્યો પણ તે તે વ્યક્તિમાં કંડારાય એનો ભારપૂર્વક આગ્રહ રાખે છે.
(તા. ૦૩-૧૨-૨૦૦૫, કોલકાતા)
Vachanamrut Gems
Sãrangpur-14:
God's Glorious Powers
"Of course, if it is His wish, a mukta may manifest in a body even from Akshardhãm. Moreover, by His will, that which is jad can become chaitanya, and that which is chaitanya can become jad. God is, after all, extremely powerful, and whatever He wishes, occurs…"
[Sãrangpur-14]