પ્રેરણા પરિમલ
હરિકૃષ્ણ મહારાજ સાથે એકતા
આફ્રિકાના એક નાનકડા મંદિરમાં યોગીજી મહારાજના વરદ હસ્તે રાધાકૃષ્ણની આરસની અને અક્ષરપુરુષોત્તમની પટની મૂર્તિઓની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ. સ્વામીશ્રી ઉતારે પધાર્યા. હરિકૃષ્ણ મહારાજને થાળ ધરવાનો હતો. દાળ, ભાત, શાક, રોટલી વગેરેનો થાળ તૈયાર કરી મૂક્યો. શીરો તપેલીમાં રાખીને જ ધરવા મૂક્યો.
આ જોઈ સ્વામીશ્રી બોલ્યા : 'શીરો થાળમાં મૂકો. ઠાકોરજી કહે છે શીરો નથી મૂક્યો. તપેલીમાંથી લેતા હાથ દાઝી જાય.'
'એમ ! ઠાકોરજી કહે છે ?' મેં આશ્ચર્યથી પૂછ્યું.
'હા, ઠાકોરજીએ મને હમણાં કહ્યું.'
પછી શીરો થાળમાં મૂક્યો એટલે સ્વામીશ્રી કહે, 'ઠાકોરજી કહે છે હવે જમશું.'
એમ પોતાની અને હરિકૃષ્ણ મહારાજની એકતા જણાવી. (નાન્સીઓ, તા. ૨૪-૧૧-'૫૯)
Vachanamrut Gems
Gadhadã III-27:
The Essential Obstinacy
“… The obstinacy of observing religious vows is as essential as one’s own life; it is extremely beneficial…”
[Gadhadã III-27]