પ્રેરણા પરિમલ
હેતલપ્રશ્નોત્તરી - ૯
પ્રશ્ન ૯ : આપને રાજી કરવા અમે સેવા-કથા વગેરે કરીએ છીએ, પણ તેમાં કંટાળો આવે છે. તો શું કરવું ?
પ્રમુખસ્વામી મહારાજ : 'તેના માટે શું કરવાનું ? સૂઈ જવાનું. દુનિયાનાં કામ કરવામાં કંટાળો નથી આવતો. અમેરિકામાં આવવાનું થયું તેમાં કંટાળો આવ્યો ? દેહની ક્રિયા કરવામાં કંટાળો નથી આવતો, કારણ કે તેમાં માલ મનાયો છે. પણ તે તો દુઃખરૂપ જ છે. જ્યારે આ તો ભગવાનની પાસે જવું છે તો તે માટે કરવામાં કંટાળો શેનો? દેહના માટે જેવી દૃઢતા છે તેવી આ માર્ગમાં થતી નથી. માટે કંટાળો આવે છે. દેહ પડી જશે તો ધામમાં જઈશું. તો તે માટે કંટાળો કેમ આવે? મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજને કંટાળો આવ્યો છે? કેટલાં વિઘ્નો આવ્યાં તો પણ તે ડગ્યા નહીં. માટે આપણે તો ઠેએએએ...ઠ અક્ષરધામમાં જવું છે માટે તેમાં કંટાળો લાવવો નહીં.'
Vachanamrut Gems
Gadhadã II-57:
One Whose Renunciation is Useless
“… If, on the other hand, a person can outwardly renounce many other things but cannot discard an object that hinders him in worshipping God, his renunciation is useless.”
[Gadhadã II-57]