પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-1-2017, આણંદ
સ્વામીશ્રી પૂજાદર્શન આપીને ભોજનકક્ષમાં અલ્પાહાર કરવા વિરાજ્યા. યોગીબાપાની બોધકથાઓનું વાંચન શરૂ થયું. તેમાં ‘મીંઢીઆવળનું સેવન’ શીર્ષકની બોધકથા વંચાઈ. તેના અંતે યોગીબાપા કહે છે : ‘કેવળ સત્પુરુષના ભેગા રહેવું એ સેવન નહીં, પણ તેમના ગુણ પ્રાપ્ત કરવા તે સેવન. આથી, ક્રોધ મટી જાય, માન જતું રહે, શાંતિ થઈ જાય. કોઈ અપમાનના બે શબ્દ કહે તો સાકર જેવા લાગે.’
સ્વામીશ્રીએ શબ્દ પકડ્યા : ‘કોઈ કહે... સત્પુરુષ કહે તો બરાબર, પણ બીજો કહે તો હાથ ઉપાડે (હાથ ઉપાડીને બતાવ્યું).’
સ્વામીશ્રીની વિશેષતા એ છે કે તેઓ શબ્દો પકડીને તેના ઉપરથી અદ્ભુત ઉપદેશ સહજમાં આપી દે છે.
Vachanamrut Gems
Panchãlã-1:
The Necessity of Thinking of the All-Superior Bliss of God
"… Without applying this thought, if one's vrutti does become attached to alluring vishays, it will barely become detached - and that too, after much effort. As for one who has applied this thought, however, very little effort is involved in withdrawing one's vrutti; one can easily realise the vanity of the vishays."
[Panchãlã-1]