પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૪
નકુરુ, તા. ૧૪-૫-૧૯૭૦
આજે મોડી રાત્રે નકુરુથી મોટરમાં નૈરોબી આવી રહ્યા હતા. રસ્તામાં મોટરમાં હું કીર્તનો ગાતો હતો. નૈરોબી નજીક આવ્યું એટલે યોગીજી મહારાજ કહે, 'તમે આજે કીર્તન સારાં સંભળાવ્યાં. કીર્તન ગાયાં તે હું બહુ રાજી થયો. અમે પણ શાસ્ત્રીજી મહારાજ પાસે કીર્તનો ગાતાં. કોઈ કથા કરે, કીર્તન ગાય તે હું બહુ રાજી થાઉં. અમે ગાડામાં કીર્તન ગાતાં... આમાં શું સમજવાનું ?
'...તું તો મનગમતાને મેલી કરી,
હાથ જોડી રે, રહે હરિને હજૂર,
સમજણમાં ઘણું સુખ છે...'
'... આટલું કરવાનું છે...' સ્વામીશ્રીએ બધાં કીર્તનોનો સાર અને સત્સંગનો સાર કહી દીધો.
'કાંઈ પૂછવું હોય તો પૂછો ?' એમ કહી આશીર્વાદ આપ્યા. એટલામાં નૈરોબી મંદિર આવી ગયું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-78:
Why Vicious Desires Persist?
Nãnã Nirvikãrãnand Swãmi then asked, "Despite having faith in God, why are not one's vicious desires eradicated?"
Shriji Mahãrãj replied, "One's vicious desires are not eradicated because one has not fully realised the greatness of God."
[Gadhadã I-78]