પ્રેરણા પરિમલ
બીજા મને કેમ સમજે?
બોચાસણમાં શરૂ થનારી એક શિબિર માટે પ્રમુખસ્વામી મહારાજ સંતો સાથે બેઠા હતા. ત્રણ દિવસના કાર્યક્રમોની ચર્ચા ચાલી રહી હતી. એક પ્રવચનનો વિષય કહેતાં નારાયણમુનિ સ્વામીએ કહ્યું કે 'એક પ્રવચનનો વિષય છે- 'બીજા મને કેમ સમજે?'
આ સાંભળતાં જ તરત જ સ્વામીશ્રીએ કહ્યું, 'એક જ સાર છે કે તમે બીજાને સમજો. તમે જો બીજાને સમજશો, તો બીજા તમને સમજશે જ.'
સ્વામીશ્રીએ એક જ સૂત્રમાં માનવીય સંબંધોની ચાવી બતાવી દીધી. (તા. ૧૧-૦૭-૨૦૦૬, મંગળવાર, બોચાસણ)
Vachanamrut Gems
Gadhadã II-31:
The Five Eternal Entities
“… In this way, Purushottam, Purush, ishwar, jiva and mãyã are the five eternal entities…”
[Gadhadã II-31]