પ્રેરણા પરિમલ
સુખ ક્યાં છે?
સભા બાદ પ્રમુખસ્વામી મહારાજ પોતાના ઉતારામાં પ્રવેશી રહ્યા હતા. ઇંગ્લેન્ડથી અહીં સ્વામીશ્રીનો સત્સંગલાભ લેવા આવેલા કિશોરોએ સમૂહમાં ગાયું: 'સૂરપુર, નરપુર, નાગપુર, એ તીન મેં સુખ નાહીં...' તેઓની આ સાખી સાંભળીને સ્વામીશ્રી બારણાં આગળ જ ઊભા રહ્યા. આખી સાખી સાંભળી અને સ્વામીશ્રી રમૂજ કરતાં કહે, 'વાહ સરસ બોલ્યા! હવે અમેરિકા કે લંડન જવાનો વિચાર જ મૂકી દ્યો. કારણ કે આ લોકમાં ક્યાંય સુખ જ નથી, તમને મનાય છે ને?'
'ના.' કિશોરોએ કહ્યું.
સ્વામીશ્રી કહે, 'આપણે એ જ કરવાનું છે. ભણવા-ગણવાનું છે, અમેરિકા કે લંડન પણ જવાનું છે, નોકરી કરવાની છે, પૈસા કમાવાના છે, પણ અંતરથી માનવું કે એ બધામાં સુખ નથી, એ વિચાર દૃઢ કરવો. આ સાંખ્ય વિચાર હોય, તો કદાચ આ બધું જતું રહે, તો પણ દુઃખ થાય નહિ. મારું મનાય નહિ, તો વાંધો ના આવે. જો મારું મનાય તો એમ થાય કે મારું જતું રહ્યું? પણ સમજણ કરી હોય, તો એમ દૃઢતા રહે કે મારું છે જ નહિ, તો જવાનું ક્યાં રહ્યું? સુખ ક્યાં છે? ભગવાન પાસે. એટલે ભગવાનની ભક્તિ ભગવાનનો આશરો એ છોડવો નહિ.'
Vachanamrut Gems
Gadhadã II-48:
An Ekantik Bhakta
“… Apart from God, he considers nothing else to be a source of happiness. One who behaves in this manner can be called an ekãntik bhakta of God.”
[Gadhadã II-48]