પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૮૮
ગોંડલ, તા. ૧૨-૧૧-૧૯૬૯
આજે બપોરની સભામાં અમદાવાદના એક યુવકને સંબોધીને યોગીજી મહારાજે કહ્યું, 'અમે બેસવાના હોય તો મોટર આપે, નહિ તો નાસી જાય. પણ એમ ન કરવું. બધા સંતોને પણ બેસાડવાના... કો' બેસારીશ... બધા એક બાપના દીકરા છે. ક્યાં નોખું છે...? બધાને બેસારવા. બધાની સેવા કરશો તો ભગવાન એકની દશ મોટરો આપશે. કાયમ ક્યાં મોટર લેવાની હોય. આ માંદા પડ્યા તો હમણાં ક્યાં મોટર માંગીએ છીએ. કોક દી' હોય...'
'બાપા ! આપ માંદા પડતા નથી. બધા આપને માંદા પાડે છે.' એક હરિભક્તે સિફારસ કરી.
'બધાને દોષ ન દેવાય, દોષ આપણો,' સ્વામીશ્રીએ કહ્યું : 'જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું ન ભાસે રે' એવી દિવ્ય દૃષ્ટિવાળા પુરુષને બીજાનો દોષ કેમ ભાસે ?
આજે ટપાલમાં દિવાળી કાર્ડ ઘણાં આવેલાં. ઘણાંમાં મહારાજની મૂર્તિઓ હતી. એ બધી મૂર્તિઓ સ્વામીશ્રીએ હરિભક્તોને પૂજાની મૂર્તિ તરીકે આપી દેવા જણાવ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-16:
Engaging in Faithful Bhakti
“… Therefore, one should not knowingly engage in bhakti that would cause one to be disgraced. Instead, a devotee of God should thoughtfully engage in faithful bhakti – like that of a faithful wife.”
[Gadhadã III-16]