પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૯
લંડન, તા. ૧૨-૬-૧૯૭૦
અહીં જુદાં જુદાં વર્તમાનપત્રોમાં પ્રગટ થતાં યોગીજી મહારાજના વિવિધ સમાચારોને કારણે ઘણા ખબરપત્રીઓ સ્વામીશ્રી પાસે દોડી આવતા હતા. ખૂબ જ શિસ્તથી સ્વામીશ્રીની અદબ તેઓ સાચવતા. પ્રશ્નો ઘણું ખરું લખેલા તૈયાર હોય. તે પણ ખૂબ જ સભ્યતાથી પૂછે. સ્વામીશ્રી જે ઉત્તરો આપે તે સ્વીકારે, ખોટી દલીલ કે ચર્ચા નહિ. પશ્ચિમના ખબરપત્રીઓએ સ્વામીશ્રીની સારી આમન્યા સાચવી. એમના પ્રશ્નો પણ ઘણીવાર એમ લાગે કે ભગવત્પ્રેરણાથી જ પુછાતા હશે.
આજે 'ન્યૂઝ આૅફ ધી વર્લ્ડ'ના ખબરપત્રી ડેવિડ મર્ટન્સ આવેલા.
ડેવિડ : 'તમે ભગવાનના સાચા ભક્ત છો તેની પ્રતીતિ બીજાને કેમ થાય ?'
સ્વામીશ્રી : 'જેને ભગવાનનો સંબંધ થયો છે તે બધાને થાય.'
ડેવિડ : 'આ જગતમાં આપ કેવી રીતે રહો છો ?'
સ્વામીશ્રી : 'મહારાજે કહ્યું છે કે આ જગત નાશવંત, તુચ્છ છે, તો તેમ માનીને આ દુનિયામાં રહીએ છીએ. જળકમળવત્ જેવું રહીએ છીએ.'
ડેવિડ : 'મૂર્તિપ્રતિષ્ઠામાં પ્રાણપ્રતિષ્ઠા થાય છે તો તેમાં આપનો પ્રાણ પ્રતિષ્ઠિત થાય છે કે શ્રીજીમહારાજનો ?'
સ્વામીશ્રી : 'મૂર્તિઓમાં સત્પુરુષ મહારાજનો પ્રાણ રેડે છે. તેથી તેમાં મહારાજનો પ્રવેશ થઈ જાય.'
ડેવિડ : 'આપ ભગવાન સાથે વાત કરો તે બીજા કેમ જાણે ?'
સ્વામીશ્રી : 'એ ભાવને પામ્યો હોય તે જાણે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-74:
Measure of One's Detachment
Shriji Mahãrãj then began, "The extent of one's vairãgya and one's understanding can be measured only when one encounters vishays, or in times of some hardship, but not otherwise…"
[Gadhadã I-74]