પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬૧
મુંબઈ, તા. ૨-૧૦-૧૯૬૯
સાંજે યોગીજી મહારાજને સ્નાન કરાવવા યુવકો આવતા. પણ એમાં એક શરત હતી. જેણે નિર્જળ ઉપવાસ કર્યો હોય એને જ સેવા મળે. જો કોઈ નવા યુવકો સેવામાં આવે, તો એમને બીજે દિવસે ઉપવાસ કરવો પડે. સ્નાન કરતી વખતે સ્વામીશ્રી અચૂક પૂછે : આજે કોને કોને ઉપવાસ છે ? પિનાકીન બ્રહ્મભટ્ટની પણ સામે જોઈને પૂછ્યું.
પિનાકીનભાઈએ કહ્યું, 'પણ બાપા, ડૉક્ટરે ઉપવાસ કરવાની ના પાડી છે. દવા ચાલે છે ને.'
'કયો પૂછે છે ? ઉપવાસથી કાંઈ ન થાય.' સ્વામીશ્રીએ આત્મબળ પ્રેરતાં કહ્યું. ઉપવાસાદિક વ્રત માટે સ્વામીશ્રીનો આવો આગ્રહ હતો. એમાં નાનાં બાળકોનો પણ સમાવેશ થતો.
શ્રી બાલુભાઈ બ્રહ્મભટ્ટના સૌથી નાના ચિરંજીવી હરિકૃષ્ણને સ્વામીશ્રી સભામાં ઊભો કરતા અને કહેતા, 'જુઓ ! આ સેંપલ ! આજે નિર્જળ ઉપવાસ કર્યો છે. કેવો સત્યુગ વર્તે છે. નહિ તો આવા નાના છોકરા ઉપવાસ કરે ? પાંચ ટાણાં ખાવા જોઈએ... એક દી' ભૂખ્યા ન રહી શકે...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-32:
Sole Means to Liberation
“The sole cause behind the jiva attaining liberation, transcending mãyã and becoming brahmaswarup is its engagement in the gnãn, meditation, devotional songs, spiritual discourses, etc., of the manifest form of Vãsudev Bhagwãn, who is Purushottam. It is due to these that the jiva transgresses mãyã, attains an extremely elevated state, and also attains God’s Akshardhãm…”
[Gadhadã II-32]