પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૩
લંડન, તા. ૨૬-૫-૧૯૭૦
યોગીજી મહારાજ જે દિવસે પધાર્યા ત્યારે ખૂબ જ વાદળાં હતાં. ઠંડી જેવું હતું, પણ બીજા દિવસે સવારથી જ વાતાવરણ તદ્દન બદલાઈ ગયેલું. સવારના ચાર વાગ્યાથી અજવાળું થતું અને છ વાગે સૂર્યોદય થાય. આખો દિવસ લગભગ તડકો રહેતો. સ્વામીશ્રીને માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ થઈ ગયું હતું. સ્વામીશ્રીને ઊંઘ પણ સારી આવતી. પાણી પણ ઘણું માફક આવી ગયું હતું. 'અહીંનું પાણી બહુ સારું છે.' એમ પોતે કહેતા. ભૂખ પણ લાગતી હતી.
ઉતારેથી સભામાં જતાં-આવતાં તથા હરિભક્તોને ઘેર પધરામણીએ જતાં-આવતાં સ્વામીશ્રી લંડન શહેર ઉપર ક્યારેક દૃષ્ટિ કરતા.
એકવાર બપોરે સ્વામીશ્રી તથા મહેમાનોને બહાર લઈ જવાનો ખાસ કાર્યક્રમ ગોઠવ્યો હતો. સ્વામીશ્રીની ઇચ્છા ન હતી, પણ અરવિંદભાઈના આગ્રહને વશ થઈ નીકળ્યા. સેંટ પોલનું ચર્ચ મોટરમાં જ બેસીને જોયું હતું. થેમ્સ નદી દૂરથી જોઈ. રસ્તામાં નિરંજન સ્વામી મોટરમાં ઝોલાં ખાતા હતા. સ્વામીશ્રી એમને કહે, 'જોઈ લ્યો, પછી સાંખ્ય કરી નાંખવું. ખોટું કરી નાંખવું. એમાં શું ? કાંઈ નથી. પથરા ઉપર પથરા ચઢાવ્યા છે.'
સેંટ પોલ ચર્ચના થાંભલા સ્વામીશ્રીએ બહુ નિહાળીને જોયા હતા. પોસ્ટ આૅફિસનું ઊંચું ટાવર જોતાં કહે, 'મોટો હજીરો છે.'
ટ્રફાલ્ગર સ્ક્વેર આગળ ફુવારા જોઈને બોલવા લાગ્યા, 'મહારાજ નહાવ, સ્વામી નહાવ...
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-73:
Key to Becoming Flawless
"… Whoever believes the great Purush to be absolutely free of flaws becomes totally flawless himself…"
[Gadhadã I-73]