પ્રેરણા પરિમલ
'...આપણે પ્રયત્ન ચાલુ રાખવા.'
પ્રમુખસ્વામી મહારાજના અલ્પાહાર દરમ્યાન નવસારી ગ્રામ્ય ક્ષેત્રનો રિપોર્ટ કે.પી. પટેલે આપતાં કહ્યું: 'અહીંનો ગ્રામ્ય વિસ્તાર ઘણો કાઠો છે. અહીંયાં પરદેશનો પૈસો હોવાને કારણે દારૂ અને માંસનું પ્રમાણ ખૂબ જ વધારે છે. લોકોને આ બંને વસ્તુ સહજ લાગે. તેને આપણે કહીએ તો સામી દલીલ કરે કે 'માછલાં ને મરઘાં ન ખાઈએ, તો કેટલાં બધાં વધી જાય?' આવો આ પ્રદેશ છે. આપની સામે આ કાર્યકરો બેઠા છે એ બધા પણ એવા જ હતા, પરંતુ આપની દયા થઈ અને આજે સૌ કાર્યકર બની ગયા.'
સ્વામીશ્રી કહેઃ 'પ્રયત્ન કરતાં કરતાં ધીમે ધીમે સુધારો થતો જાય. કેટલાંય વર્ષોનો કાટ લાગી ગયો હોય એટલે નીકળતાં વાર લાગે પણ સંતો ફરે, વાતચીત થાય ને એમ કરતાં કરતાં છૂટે ને સુખિયા થઈ જાય. એટલે આપણે પ્રયત્ન ચાલુ રાખવા.'
સ્વામીશ્રીએ પોતાના માનસપુત્રોને સમાજસુધારણાનું અપૂર્વ બળ સિંચ્યું.
Vachanamrut Gems
Gadhadã II-39:
My Message to You
“Therefore, one should keep a firm conviction of the form of God and staunchly worship Him. This is My message to you. So, please imbibe these words firmly in your lives.”
[Gadhadã II-39]