પ્રેરણા પરિમલ
'કથાવાર્તા એ આપણું જીવન છે...'
તા. ૩૦-૧૧-૨૦૦૪ના રોજ પ્રમુખસ્વામી મહારાજ બોચાસણમાં અલ્પાહાર લેવાની શરૂઆત કરતા હતા. તેમણે સંતો તરફ જોઈ ગ્રંથવાંચન કરવાનું કહ્યું.
એક સંતે નિષ્કપટ થઈ કહ્યું : 'સ્વામી! આપ આટલી પ્રવૃત્તિમાં રત રહો છો, મુલાકાત હોય, ફોન હોય, ખાનગી હોય- આ બધું હોવા છતાં તરત જ વાંચવાનું મન કઈ રીતે થાય છે? અમે તો ફક્ત થોડું જ કરીએ છીએ તો પણ પ્રવૃત્તિમય થઈ જવાય છે, વાંચવાનું મન ઓછુ _ થાય.'
આ સાંભળી સ્વામીશ્રી કહે : 'મૂળ પ્રવૃત્તિનો ફેર ચડી જાય એટલે મન ના થાય. આપણે પ્રવૃત્તિ બધી કરવાની, પણ પ્રવૃત્તિરૂપ થવાનું નથી. કરવાનું આ જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે 'ગોશાળામાં ગયો પછી પાછો ધર્મશાળામાં આવી ના શક્યો.' કારણ શું? ક્રિયારૂપ થઈ ગયો. કથાવાર્તા એ આપણું જીવન છે, પણ એ દિશામાં વિચાર જ આવતો નથી. ગમે એટલી પ્રવૃત્તિ કરીએ, પરંતુ પ્રવૃત્તિરૂપ થઈ જઈએ તો પાછા પડાય, પણ કથાવાર્તાની આસક્તિ તો નિરંતર રાખવાની હોય.'
Vachanamrut Gems
Gadhadã III-14:
The Sin of Harbouring Worldly Desires
“… So, because of this sin of harbouring worldly desires, the jiva does not develop affection for God in any way.”
[Gadhadã III-14]