પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૦
કંપાલાથી લંડન, તા. ૨૩-૫-૧૯૭૦
કંપાલાથી યોગીજી મહારાજ લંડન પધાર્યા. હિથ્રો ઍરપોર્ટ ઉપર સ્વાગત થયું. પ્લેનમાંથી સીધા જ મોટરમાં બેસી સ્વામીશ્રી ઍરપોર્ટ બહાર આવ્યા. સ્થાનિક હરિભક્તોએ જયનાદોથી સ્વાગત કર્યું.
ડોલીસ હિલમાં અરવિંદભાઈને ઘરે ઉતારે આવી પહોંચ્યા. ખુરશી પાછળ કોચમાં હતી.
સ્વામીશ્રી કહે, 'ચાલશે, ખુરશીની જરૂર નથી.'
'હમણાં ખુરશી આવી જશે.' અરવિંદભાઈએ આગ્રહ રાખ્યો.
'ના, મારે (નીચે) ઊતરવું છે. લંડનની ધરતી પાવન નથી કરવી ?'
'બાપા ! કરવી છે.'
'લંડનની ધરતી પાવન કરવા દ્યો. પગલાં પાડવા દ્યો...' એમ કહેતાં સ્વામીશ્રી મોટરમાંથી નીચે ઊતર્યા અને બંગલામાં પધાર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ