પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૭૩
મુંબઈ, તા. ૧૩-૧૦-૧૯૬૯
યોગીજી મહારાજ આજે સવારે પાંચ વાગે ઊઠ્યા, અને કહે, 'દોઢ વાગે ઊંઘ ઊડી ગઈ. બહુ સ્તુતિ કરી. ઊંઘ ન આવે. પછી પડખું ફેરવ્યું ને ઝોલું આવી ગયું. ઊંઘ ઊડી ત્યારે ટકોરા સાંભળ્યા. મને એમ કે બે વાગ્યા હશે. એક ટકોરો પડ્યો, બીજો ને ત્યાં ત્રીજો ટનન પડ્યો... ને ટનનન ચોથો પડ્યો. ચાર વાગી ગયા. કાંઠે વહાણ આવી ગયું...'
લગભગ રોજ આવું થતું. પછી સવારે ઊઠે ત્યારે કહે, 'મધદરિયેથી કાંઠે વહાણ આવી ગયું.' એટલે સ્તુતિ કરતાં કરતાં - સ્મૃતિ કરતાં કરતાં - ભજન કરતાં કરતાં ચાર વાગી જતા, ને વહાણ કાંઠે લાંગરતું !
આજે રાત્રે જુહુથી દાદર, અક્ષરભવનમાં આવી પહોંચ્યા. 'ઘરે આવ્યા,' એમ ચાર-પાંચ વાર બોલ્યા. પારલા પણ સંભાર્યું, હરિભક્તોને સંભાર્યા. બંગલાનાં વખાણ કર્યાં. પછી કહે, 'અહીં થાનમાં આવ્યા.' રમેશ દવેએ કહ્યું, 'મોટા પુરુષ જ્યાં હોય ત્યાં અક્ષરધામ.'
'આ અક્ષરધામ...' સ્વામીશ્રીએ કહ્યું.
રમેશભાઈએ પૂછ્યું, 'પારલામાં નહિ ?'
'સંત જ્યાં હોય ત્યાં અક્ષરધામ...' સ્વામીશ્રીએ ખુલાસો કર્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-42:
Glory of Akshar
“… Countless millions of brahmãnds dwell like mere atoms in each and every hair of that Akshar…”
[Gadhadã II-42]