પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૮
નૈરોબી, તા. ૧૭-૫-૧૯૭૦
રાત્રે ડૉ. કામદાર ને એમના કાકા યોગીજી મહારાજનાં દર્શને આવેલા. તેઓ ઉતાવળમાં હતા. છતાં સ્વામીશ્રીએ એમને ઉકાળો પીવા બોલાવ્યા. તેમને જલદી જવું હતું છતાં સ્વામીશ્રીએ એમને પ્રસાદ આપ્યો. એમણે ઘણી ના પાડી, પણ સ્વામીશ્રી કહે, 'તમે મારા ભાઈબંધ છો, મિત્ર છો, તમને આપવો જ છે...' એમ કહી કોથળીમાં જાતે પ્રસાદ ભરવા લાગ્યા અને પ્રસાદ આપતાં કહે, 'તમને છોડવા નથી...'
'બાપા ! હવે તમે છોડશો નહિ...' ડૉ. કામદારે સામે માંગી લીધું. એમ પરસ્પર હેતનો અલૌકિક સોદો થયો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-78:
Key to Liberation
Thereafter Prasãdãnand Swãmi asked, "What is the cause of the jiva's liberation?"
Shriji Mahãrãj answered, "To do exactly as the Sant says without harbouring any doubts is the only cause of the jiva's liberation."
[Gadhadã I-78]