પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૬
નૈરોબી, તા. ૧૫-૫-૧૯૭૦
યોગીજી મહારાજ ચાર વાગે આરામમાંથી ઊઠ્યા ત્યારે ભગુભાઈ પટેલ એમના એક આફ્રિકન મિત્ર, અને 'રોશ' ફાર્માસ્યુટિકલ્સ કું.ના પ્રતિનિધિને સ્વામીશ્રીના દર્શને લઈ આવ્યા હતા. તેઓ સ્વામીશ્રી માટે કેટલીક દવાઓ મોટા જથ્થામાં લાવ્યા હતા. એ જોઈ સ્વામીશ્રી રાજી થયા. એની વિગત પૂછી અને આશીર્વાદ આપ્યા. એમણે સ્વામીશ્રીનો આભાર માન્યો. સ્વામીશ્રીએ પણ એને અંગ્રેજીમાં 'થેન્ક યુ' શબ્દોથી સામે આભાર દર્શાવ્યો અને કહ્યું, 'એનો મોક્ષ થઈ ગયો.'
ભગુભાઈ કહે, 'હા બાપા ! હું એમને લઈ આવ્યો, કે અમારા ગુરુ છે. નહિ તો એ ક્યાંથી અહીં આવે.'
'નહિ તો એને આ જોગ ક્યાંથી હોય ?' સ્વામીશ્રીએ કહ્યું, 'એનું કામ થઈ ગયું.'
સ્વામીશ્રીએ એને પ્રસાદ આપ્યો અને ખૂબ રાજીપો બતાવ્યો. એ પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા, સ્વામીશ્રીથી છૂટા પડ્યા. ઘણા આફ્રિકન ભાઈઓ અને આૅફિસરો સ્વામીશ્રીના દર્શને આવતા અને આશીર્વાદ મેળવતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-78:
How to Overcome Adverse Situations
Then Trigunãtitãnand Swãmi asked, "What means should one adopt when faced with adverse places, times, actions and company?"
Shriji Mahãrãj explained, "The only way to overcome adverse places, times, etc., is to escape from them by any means possible."
[Gadhadã I-78]