પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬૦
મુંબઈ, તા. ૧-૧૦-૧૯૬૯
રાત્રે આરામમાં પધારતા પહેલાં યોગીજી મહારાજે યાદ કર્યું, 'કિશોરભાઈને નાસ્તો કરાવજો...' પોતે ગોળી લેતાં કહ્યું, 'આપણે આ (દવાનો) નાસ્તો...' એમ કહી હસ્યા. વળી કહે, 'કાલે ગાંધી જયંતી બહુ મોટો ઉત્સવ... ગાંધીજીએ સ્વરાજ્ય અપાવ્યું.' 'બાપા ! આપે માળા ફેરવીને અપાવ્યું.' એક સેવકે કહ્યું.
'ના, શાસ્ત્રીજી મહારાજે અપાવ્યું... અમે તો દેરીમાં પચીસ માળા ફેરવતા, શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી મળ્યું...'
પછી અત્યારના ભણતરની વાત નીકળી. સ્વામીશ્રી કહે, 'અમારે તો 'પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનું કપટ કેમ જાય ?' ને 'પ્રભુ તું એક છે, સર્જ્યો તેં સંસાર' (એવી કવિતાઓ આવતી)...' વગેરે સ્મૃતિ કરી.
'બાપા ! આપનો પહેલો નંબર આવતો ને ?' સેવકે પૂછ્યું.
'હા, ફર્સ્ટ.'
'અત્યારે પણ દુનિયામાં ફર્સ્ટ !'
'અત્યારે તો માંદામાં ફર્સ્ટ છીએ !'
સૌ ખડખડાટ હસી પડ્યા. એટલે કહે, 'આમ પણ ફર્સ્ટ (સાધુતામાં) અને માંદામાં પણ ફર્સ્ટ નંબર.'
સ્વામીશ્રીનો ભાવ એવો નિર્દોષ કે સામી વ્યક્તિ ભાન ભૂલીને એમના સ્વરૂપમાં તણાઈ જાય.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Bhugol-Khagol 1:
Why is India the Best?
“… Of these, Bharat-khand is the best because although the other eight have a greater extent of worldly pleasures to indulge in, one cannot attain liberation there – endeavours for liberation are only possible in Bharat-khand. For this reason, there is no place in the 14 realms equal to Bharat-khand.”
[Bhugol-Khagol 1]