During this year’s Mahakumbh, the world’s largest religious gathering, at the globally renowned sacred pilgrimage site of Prayagraj, by the inspiration of His Holiness Mahant Swami Maharaj BAPS Swaminarayan Sanstha has organized an inspiring spiritual camp on the holy banks of the River Ganga. Through the daily Mahayagna for World Peace and other devotional and spiritual programmes, BAPS Swaminarayan Sanstha will offer oblations at the Mahakumbh in memory of Bhagwan Shri Swaminarayan on behalf of Guruhari Mahant Swami Maharaj.
Devotees can register to participate in this daily Mahayagna between 13 January and 20 February 2025. This is a rare opportunity to participate in the Mahayagna on the sacred banks of the Bhagirathi Ganga, take a holy dip at Prayag, and have the darshan of numerous saints and mahants of Sanatan Dharma. For devotees participating in the Mahayagna, BAPS has arranged special well-equipped tents with attached bathrooms for one-day stays. Each tent can accommodate two individuals or a couple.
Only a limited number of slots are available, so those wishing to participate in the mahayagna should promptly contact Shri Vinodbhai on +91 9650991517 or register directly online at https://yagna.baps.in/.
Make the most of this rare opportunity organized with the blessings of His Holiness Mahant Swami Maharaj.

મહાકુંભમાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા મહાયજ્ઞ

 
વિશ્વના સુપ્રસિદ્ધ તીર્થ પ્રયાગરાજ ખાતે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળા એટલે કે મહાકુંભમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પવિત્ર ગંગા તટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક પ્રેરક આધ્યાત્મિક કેમ્પ યોજવામાં આવ્યો છે. નિત્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ અને વિવિધ ભક્તિ-સત્સંગનાં આયોજનો દ્વારા અહીં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા મહાકુંભમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્મૃતિ સાથે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વતી અર્ઘ્ય અર્પણ કરશે. તા. 13 જાન્યુઆરી 2025થી તા. 20 ફેબ્રુઆરી 2025, દરમ્યાન આ મહાયજ્ઞમાં યજમાન તરીકે જોડાવા ઇચ્છતા હરિભક્તો સત્વરે પોતાનું નામ નોંધાવી શકે છે. પવિત્ર ભાગીરથી ગંગાના પટમાં આ મહાયજ્ઞ, પ્રયાગસ્નાન તેમજ અનેક સંતો-મહંતોનાં દર્શનના દિવ્ય લાભની આ વેળા દુર્લભ છે. મહાયજ્ઞના યજમાન હરિભક્તો માટે એક દિવસ માટે સંસ્થા દ્વારા ખાસ સુવિધાસજ્જ એટેચ્ડ બાથરૂમ સાથેના ટેન્ટ ઉતારા માટે રાખવામાં આવ્યા છે. એક ટેન્ટમાં બે વ્યક્તિ અથવા દંપતીનો સમાવેશ થઈ શકશે. ખૂબ ઓછી સંખ્યામાં જ યજમાનો ભાગ લઈ શકશે. જેમને મહાયજ્ઞમાં જોડાવું હોય તેઓ આ ફોન નંબર પર સત્વરે સંપર્ક કરેઃ 96509 91517, જે તારીખ દર્શાવે તેમાંથી પોતાની તારીખ પસંદ કરીને સત્વરે નામ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. તા. 13 જાન્યુઆરી 2025 થી તા. 20 ફેબ્રુઆરી 2025 દરમ્યાન થનારા આ મહાયજ્ઞમાં પોતાની અનુકૂળતાએ યજમાન તરીકે જોડાવા ઇચ્છતા હરિભક્તો સીધું જ ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરી શકશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે જુઓ વેબસાઈટઃ https://yagna.baps.in/
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી યોજાયેલ આ દુર્લભ લાભને ચૂકીએ નહીં.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS