Preparations for the grand Pramukh Swami Maharaj Centenary Celebrations are in full swing. Devotees and well-wishers worldwide are eagerly anticipating the festivities.
We are delighted to inform you that the celebrations will be held from Thursday, 15 December 2022 to Sunday, 15 January 2023. The grand finale celebration, ‘Pramukh Swami Maharaj Shatabdi Vandana’, will now take place on 15 January 2023. We request all devotees in India and abroad to note this change.
Jai Swaminarayan from
Sadhu Ishwarcharandas

 

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ 15 જાન્યુઆરીએ...

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો ઉત્સાહ દેશ-વિદેશમાં સર્વત્ર નીરખવા મળી રહ્યો છે. આ ભવ્ય અને અતુલનીય મહોત્સવની શાનદાર ઉજવણી માટે 600 એકર ભૂમિમાં અપૂર્વ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ હજારો સ્વયંસેવકો-સંતોની સેવાથી આકાર લઈ રહ્યું છે. આ મહોત્સવની વૈશ્વિક ઉજવણીમાં વધુ ને વધુ લોકો લાભ લઈ શકે તે માટે દેશ-વિદેશના ભક્તોની ભાવના અને લાગણીને લક્ષમાં લઈને, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી મહોત્સવને 13 જાન્યુઆરીએ પૂર્ણ કરવાને બદલે બે વધુ દિવસ લંબાવવામાં આવ્યો છે. આથી, તા. 15 ડિસેમ્બર, 2022થી લઈને તા. 15 જાન્યુઆરી 2023, રવિવાર સુધી આ મહોત્સવને સૌ માણી શકશે. આ મહોત્સવના ચરમ સીમા સમા ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી વંદના’ અંતિમ કાર્યક્રમ સાથે, રવિવાર, તા. 15મી જાન્યુઆરીની રાત્રીએ મહોત્સવની પૂર્ણાહુતિ થશે. દેશ-વિદેશના સૌ ભક્તો-ભાવિકોને આની નોંધ લેવા વિનંતી.
- સાધુ ઈશ્વરચરણદાસના જય સ્વામિનારાયણ
 

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS