The Pramukh Swami Maharaj Shatabdi Mahotsav is open to all, free of cost, from 2 pm to 10pm every day and the entire day from 9am to 10pm on Sundays between 15 December 2022 to 15 January 2023. 
For the first half of the day, which is reserved for devotees, date-wise registration is being conducted through the ‘karyakar’ – the Satsang Activities Volunteer. No public link, website or application has been put up for the same in India. Other countries may have a different system through their respective Satsang Mandals.
Please note that there is no pre-registration required for any member of the public to visit the festival, from 2pm onwards (or the whole day on Sunday). 
This announcement is made to ensure that visitors do not mistakenly reveal their personal information to any person or application that promises registration for their event visit or any related activity.
 

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારવા જાહેર જનતા માટે કોઈ રજિસ્ટ્રેશનની આવશ્યકતા નથી

 
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023.
એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. 
બે વાગ્યા પહેલાનો સમય હરિભક્તો માટે આરક્ષિત છે. તેના માટે દર્શનાર્થી હરિભક્તોનું તારીખ મુજબ આવવા માટે રજિસ્ટ્રેશન જે તે દેશની સત્સંગ પ્રવૃત્તિ સેન્ટ્રલ ઓફિસ અને સત્સંગ પ્રવૃત્તિના કાર્યકર દ્વારા જ કરવામાં આવેલું છે. 
દર્શનાર્થી માટે પણ કોઈ ઓનલાઈન રજિસ્ટ્રેશનની જાહેર લિંક, વેબસાઈટ કે એપ નથી.
ખાસ જણાવવાનું કે કોઈ પ્રકારના પ્રી રજિસ્ટ્રેશન વિના જાહેર જનતા દરરોજ બપોરે 2.00 વાગ્યા પછીથી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન મહોત્સવનો લાભ લઇ શકે છે.
મહોત્સવ કે સંબંધિત કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશનનો દાવો કરનાર કોઈ અનધિકૃત વ્યક્તિ કે એપ્લિકેશનમાં ભૂલથી પણ પોતાની વ્યક્તિગત માહિતી ન અપાઈ જાય એ માટે મુલાકાતીઓએ સાવચેત રહેવું.
-----
મહોત્સવની અધિકૃત વેબસાઈટ પર સમયાંતરે મહોત્સવ સંબંધિત સૂચનાઓ તથા  મુલાકાતીઓ માટેની અધિકૃત એપની માહિતી મળતી રહેશે.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS