Swamishri is resting well amidst continued medical treatment. Today in Sarangpur, Dr Tejas Patel (Swamishri’s personal cardiologist) and Dr V P Patel (Swamishri’s personal physician) reviewed the situation. Dr Tejas Patel expressed satisfaction with the medical treatment provided, “As part of my visit today, I have examined Swami. Everything is being done as per medical protocol and guidelines. Swami is under the care of a team of very competent doctors round the clock. And we hope for the best.”

Devotees and well-wishers are requested to pray and avoid rumours.

 

 

પરમ પૂજ્ય સ્વામીશ્રીના સ્વાસ્થ્ય સમાચારસતત તબીબી સારવાર હેઠળ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિશ્રામ લઇ રહ્યા છે અને તેઓનું સ્વાસ્થ્ય સ્થિર છે.
આજે સારંગપુર ખાતે, પરમ પૂજ્ય સ્વામીશ્રીના અંગત કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસભાઈ પટેલ અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના અંગત ફિઝીશ્યન ડૉક્ટર વી પી પટેલે તેઓની સ્વાસ્થ્ય પરિસ્થિતિનું પુનરાવલોકન કર્યું હતું. 
ડૉક્ટર તેજસભાઈ પટેલે પરમ પૂજ્ય સ્વામીશ્રીની ચાલી રહેલી સારવાર બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું, "મારી આજની મુલાકાત દરમ્યાન મેં સ્વામીશ્રીને તપાસ્યા છે. તબીબી માર્ગદર્શન અને પ્રોટોકોલ મુજબ બધું જ યોગ્ય રીતે થઈ રહ્યું છે. ખૂબ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા પરમ પૂજ્ય સ્વામીશ્રીની અવિરત સંભાળ લેવાઈ રહી છે. આપણે સારાં પરિણામોની આશા રાખીએ."
તમામ હરિભક્તો અને ભાવિકોને પ્રાર્થના કરવા અને અફવાઓથી દૂર રહેવા નમ્ર વિનંતી છે.  

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS