સારંગપુર મંદિર શતાબ્દી મહોત્સવ (૧૯૧૬ – ૨૦૧૬)
તીર્થધામ સારંગપુરમાં BAPS સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભવ્ય ગગનચુંબી મંદિરનું નિર્માણ કર્યું, તેને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સારંગપુર મંદિરના શતાબ્દી મહોત્સવ તા. ૧૩ મે, ૨૦૧૬ના રોજ સાંજે ૭ થી ૧૦ દરમ્યાન ભક્તિભાવપૂર્વક ગુરુહરિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ઊજવાશે. આ પ્રસંગનું જીવંત પ્રસારણ ઉપરોક્ત સમયે live.BAPS.org પરથી આપ ઘરે બેઠાં વેબકાસ્ટિંગ દ્વારા માણી શકશો.