The Sacred Akshar Deri
Gondal
30.10.16
Sunday
To All Santos, All Karyakars and All Devotees – Young and Old,
A gift for Diwali and the New Year,
Jai Swaminarayan with great love from Sadhu Keshavjivandas.
Through tireless efforts all of you santos and karyakars are spreading satsang, of this there is no doubt. Congratulations to you all.
Now, to develop satsang even more and strengthen one’s own satsang, unity is very necessary. For this, one thing must be understood. That is, what we can do individually for unity is important. Do not have any expectations from others. If they support, that’s fine, but we have to keep unity. How should we think to increase unity? What should we say to increase unity? And have a dislike for whatever lacks in unity.
In fact, to what extent did Pramukh Swami Maharaj emphasize this? He said, ‘To maintain unity, even if one has to sacrifice something, then do so.’ And Yogi Bapa, even in times of severe financial difficulties, said, ‘I do not want money, but I want unity.’ These mahapurushes have lived by example. Shriji Maharaj has said that one who has friendship with devotees is very dear to him.
For this, observing dharma and niyams is the main requirement. Without observance of dharma and niyams, unity will definitely break. There will be conflict, and no joy. If niyams are observed, there is no need to tell anyone anything; unity greatly flourishes. If someone is lax in observing niyams, others should support and help him. But do not speak about their faults.
Keep these two – unity and niyam-dharma. Then, Shriji Swami and our Gunatit Gurus will be extremely pleased.
Jai Swaminarayan.
સાક્ષાત્ સ્થાન
ગોંડલ અક્ષરદેરી
તા. ૩૦-૧૦-૨૦૧૬
રવિવાર
સર્વે સંતો, સર્વે કાર્યકરો,
સર્વે હરિભક્તો અને સર્વે આબાલ વૃદ્ધ સર્વે પ્રતિ,
દિવાળી અને નવા વર્ષની ભેટ સામગ્રી
સાધુ કેશવજીવનદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.
આપ બધા સંતો, કાર્યકરો અથાગ પરિશ્રમ કરીને સત્સંગ વધારી રહ્યા છો. તે શંકા વિનાની વાત છે. તમો બધાને ધન્ય છે.
હવે વિશેષ સત્સંગ કરાવવાની અને પોતાને સ્વયમ (સ્વયં)ને સત્સંગ થવા માટે સંપની ખૂબ જરૂર છે. તેમાં એક વાત સમજવાની છે કે સંપ માટે આપણે શું કરી શકીએ તે મહત્વ (મહત્ત્વ)નું છે. સામે(વાળા) પાસે બિલકુલ આશા ન રાખીએ, હોય તો ઠીક છે પણ આપણે જ સંપ રાખવાનું (નો) છે. કેવી રીતે વિચારીએ તો સંપ વધે? શું બોલીએ તો સંપ વધે(?) અને સંપ ન હોય તેમાં અરૂચી (અરુચિ) ધરાવીએ. પ્રમુખસ્વામી મહારાજે તો કેટલા હદે સુધી વાત કરી કે ઝેર ખાઈને (પણ) સંપ રાખવો પડશે. યોગી બાપા (એ) ભયંકર નાણાં(ની) ભીડ વખતે કહ્યું કે અમારે પૈસા નથી જોઈતા પણ સંપ જોઈએ (છે). આ મહાપુરુષે જીવી બતાવ્યું છે. શ્રીજીમહારાજે કહ્યું છે કે ભક્ત સુહૃદ થયો તે અમારો પ્રાણ થયો. આના માટે ધર્મ-નિયમ મુખ્ય છે. ધર્મ-નિયમ ન હોય તો ચોક્કસ સંપ તૂટે. ડખાડખ થાય, સુખ ન રહે. (નિયમ-ધર્મ) હોય તો કોઈને કાંઈ કહેવાનું ન રહે, સંપ ખૂબ વધે. તો (કોઈક) શિથિલ હોય તો નિયમ પાલનમાં (આપણે) બીજાને સહાય કરવી, મદદ કરવી પણ અવગુણ તો ન જ લેવો. આ બે, સંપ અને નિયમ-ધર્મ રાખવો, તો શ્રીજીસ્વામી અને આપણા ગુણાતીત ગુરુઓ અત્યંત રાજી થશે.
જય શ્રીસ્વામિનારાયણ