પ્રેરણા પરિમલ
ૠણ ચૂકવનારા તો ભગવાન છે...
ચાણસદ મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે કંપાલાથી આવેલા હરીશભાઈ ભૂપતાણી આજે પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીને નમ્રભાવે કહે, 'બાપા! આપ આખી દુનિયામાં વિચરણ કરો છો, તો કાલે ચાણસદ પણ આવશો ને?'
સ્વામીશ્રી આ વાત સાંભળીને મૌન રહ્યા. એટલે હરીશભાઈ કહે, 'જે ગામમાં આપણે જન્મ્યા હોઈએ એ ગામનું ૠણ ન હોય? ૠણ તો ચૂકવવું જોઈએ ને.'
સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યાઃ 'ૠણ ચૂકવનારા તો ભગવાન હોય છે. આપણે શું ચૂકવવાના? ભગવાન ચૂકવશે. તમારા જેવા ભક્તો ત્યાં જશે એટલે ચૂકવાઈ જશે.'
હરીશભાઈ કહે, 'આપ તો અનાસક્ત છો. તો પછી આપને ગામમાં જવામાં શું વાંધો છે?'
સ્વામીશ્રી સાહજિકતાથી કહે, 'ભગવાનની આજ્ઞા છે, એ જોવાનું ને. એમની આજ્ઞા પહેલી, પછી બીજું બધું.'
હરીશભાઈ કહે, 'ન જવાનું ટેકનીકલ કારણ શું?'
સ્વામીશ્રી કહે, 'ટેકનીકલ જ છે. આજ્ઞા છે એ પ્રમાણે વર્તવાનું.'
હરીશભાઈએ ઘણી બધી રીતે સ્વામીશ્રીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ સ્વામીશ્રી એકના બે ન થયા અને શ્રીજીમહારાજે આપેલાં ત્યાગીઓના નિયમને દૃઢ પાળીને બતાવ્યો.
Vachanamrut Gems
Loyã-1:
Shriji Maharaj's Animosity Towards Anger
"… Moreover, I have much animosity towards anger; I do not like angry men or angry demigods…"
[Loyã-1]