પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-2-2010, ગાંધીનગર
સ્વામીશ્રી રાજ્યના ચીફ સેક્રેટરી એ. કે. જ્યોતિ સાહેબને મળ્યા. તેઓ સ્વામીશ્રીને કહે : ‘હું જ્યારે ખેડામાં કલેક્ટર હતો એ વખતે મારા ઘરે આપે પધરામણી કરી હતી. એ વખતે આપે એક ભેટ આપી હતી. એ અત્યારે પણ મારી પાસે છે.’
સ્વામીશ્રી કહે : ‘તમને ગુજરાતની સેવા મળી છે, તો દરેક કાર્યમાં ભગવાનની પ્રેરણા મળ્યા જ કરે અને યશ મળે એ આશીર્વાદ છે.’
તાજેતરમાં ગુજરાતની સ્થાપનાને 50 વર્ષ પૂરાં થતાં હોઈ રાજ્ય સરકાર તરફથી સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીની જાહેરાત થઈ છે. આ સંદર્ભમાં ચીફ સેક્રેટરી જ્યોતિ સાહેબ કહે : ‘સ્વર્ણિમ ગુજરાતમાં આપની સંસ્થાનો પણ સહકાર અમે ઇચ્છીએ છીએ. 1લી મેએ ગુજરાતની સ્થાપનાનો દિન છે. એ વખતે અમે ઘણી યોજનાઓ પૈકીની એક યોજનામાં ‘દરેક વ્યક્તિ એક કુટેવ છોડે’ એનું અભિયાન કરવાના છીએ. તો એ બાબતમાં આપની સંસ્થાનો સહકાર હોય એમ અમે ઇચ્છીએ છીએ.’
સ્વામીશ્રી કહે : ‘અમે તો પહેલેથી જ નિર્વ્યસની કરાવીએ છીએ, વેજિટેરિયન અને નીતિ-નિયમથી પોતાનું જીવન જીવે એ અમે કરાવીએ છીએ.’
આશીર્વાદ આપતાં સ્વામીશ્રી કહે : ‘ભગવાને શક્તિ આપી છે તો સારામાં સારું કામ થશે.’
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Therefore, physical God-related activities, such as having the darshan of God, performing His puja or engaging in discourses, devotional songs, etc., of God, are all, in fact, forms of 'antardrashti'…"
[Gadhadã II-8]