પ્રેરણા પરિમલ
બહુ દુઃખ થાય છે
ચાલીસ વર્ષ સુધી, ભોંય પર પથારી કરનાર યોગીજી મહારાજે સીત્તેર વર્ષે જીવનમાં સૌ પ્રથમવાર ઢોલિયાનો સ્પર્શ કર્યો. એમનું અંતર ઘણું જ દુભાતું હતું, પણ ભક્તોના અતિશય આગ્રહ આગળ, જીવનમાં કદાચ પહેલી જ વાર સ્વામીશ્રીએ નમતું જોખ્યું. પોતાના અડગ વર્તમાનમાં, હરિભક્તોને રાજી રાખવા છૂટ મૂકી. છતાં અડધી રાત્રે એકદમ જાગ્રત થઈ ગયા અને જાણે મહાન અપરાધ થયો હોય એમ એકધારું બોલવા લાગ્યા : 'બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે.' એમ કહી ખાટલો કાઢી નાંખ્યો ને નીચે પથારી કરાવી પોઢી ગયા.
બીજે દિવસે રાત્રે ફરીથી હરિભક્તોએ અને સંતોએ સ્વામીશ્રીને આગ્રહ કરી ખાટલામાં પોઢાડ્યા. છેવટે ભક્તોના પ્રેમ આગળ હાર કબૂલ કરી સ્વામીશ્રીએ ખાટલામાં પોઢવાનું માન્ય રાખ્યું. પોતે દુઃખી થઈ ભક્તોને સુખ દીધું.
Vachanamrut Gems
Gadhadã I-45:
God has Form
"…Purushottam Bhagwãn always possesses a form; He is not formless. Those who do believe Him to be formless just do not understand."
[Gadhadã I-45]