પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૩૯
કંપાલા, તા. ૨૦-૩-'૭૦
પ્રસંગોપાત્ત યોગીજી મહારાજ કહે :
'વાત સાંભળવાથી ફાયદો શું ?
જ્ઞાન થાય, મોટા પુરુષનો મહિમા સમજાય. એકબીજાનો અવગુણ આવ્યો હોય તે નીકળી જાય, સંપ, સુહૃદભાવ વધે, માયા નીકળી જાય, હું મોટો તે ભાવ નીકળી જાય. દાસનો દાસ છું એવું સમજાય, મહિમા સમજાય, જ્ઞાન થાય. જ્યાં સુધી અહંભાવ છે ત્યાં સુધી વાત સાંભળી ન કહેવાય... કથાવાર્તા એ ભગવાનની મૂર્તિ છે. સાંભળવાથી શાંતિ થાય છે. તેનો નિરંતર પ્રસંગ રાખવો.'
'ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિવાળો તો એકડિયો ભણે છે. તેથી ગુણાતીત તો જુદા જ !' કથાના પ્રસંગમાં સ્વામીશ્રી બોલી ગયા.
આવી જ્ઞાનની સૂક્ષ્મ વાત, ક્યારેક જ એમના મુખમાંથી સરી પડતી. ત્યારે શાસ્ત્રોની ગહન વાતો એની આગળ ફીકી પડી જતી લાગતી. ગુણાતીત સંત વગર ગુણાતીત સ્થિતિની મહત્તા પણ કોણ વર્ણવી શકે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-3:
Attaining of Falling from a Great Status
“… In addition, all those who abide by the niyams prescribed by Shri Krishna Bhagwãn attain a great status, whereas those who do not abide by those niyams fall from their status, even if they are great. It is also said that if a common person breaches those niyams, he will certainly regress.”
[Gadhadã II-3]